દિવ્યાંગ લોકોના પ્રશિક્ષણ માટે બાબા સાહેબ આંબેડકર યુનિવર્સિટી ખાતે વિશ્વ પરિષદનું આજે સમાપાન થયું છે. દૃષ્ટિહિનોને સમાન અધિકાર મળે અને સર્વાંગી વિકાસમાં ફાળો આપી શકે તે હેતુથી દર વર્ષે વિશ્વ કક્ષાની આ પરિષદનું આયોજન થાય છે. આ ત્રણ દિવસીય પરિષદમાં 63 દેશના 400થી વધુ લોકોએ ભાગ લીધો હતો, જેમાં 120થી વધુ જેટલા શોધપત્રો રજૂ કરાયા હતા. પરિષદ દરમિયાન વિવિધ દેશોના નિષ્ણાતોએ દિવ્યાંગોના પ્રશિક્ષણ માટે લેવાતા પગલાઓ અંગે ચર્ચા કરી હતી.
પરિષદના સમાપન પ્રસંગે અંધજન મંડળના મુખ્ય સચિવ ડૉ. ભૂષણ પુનાનીને આંતરરાષ્ટ્રીય કાઉન્સિલ ફોર એજ્યુકેશન ઑફ પિપલ વિથ વિઝુઅલ ઇમ્પેરમેન્ટ દ્વારા ‘આંતરરાષ્ટ્રીય લીડરશીપ અવોર્ડ એનાયાત કરાયો હતો.
Site Admin | નવેમ્બર 16, 2024 7:24 પી એમ(PM) | દિવ્યાંગ