દિવ્યાંગોના પ્રોત્સાહન અને રમત પ્રત્યેની ઋચિ વધારવાના આશય સાથે રાજ્ય સરકાર દ્વારા વિશેષ ખેલ મહાકુંભનું દર વર્ષે આયોજન થાય છે. ગુજરાત સરકાર દ્વારા યોજાનાર વિશેષ ખેલ મહાકુંભમાં પ્રજ્ઞાચક્ષુ લોકોને હરિફાઇમાં ભાગ લેવા માટેના વિવિધ રમતોના ફોર્મ ભરવાનો પ્રારંભ થઇ ગયો છે જેમાં ક્રિકેટ, ચેસ, તથા એથલેટિકસનો સમાવેશ થાય છે. રમતોમાં ભાગ લેવાની ઈચ્છા ધરાવતા પ્રજ્ઞાચક્ષુ સ્પર્ધકોએ ફોર્મ ભરવા માટે અંધજન મંડળના તારક લુહાર તથા દિનેશ પંડ્યાનો સંપર્ક કરવાનો રહેશે.
Site Admin | જાન્યુઆરી 4, 2025 7:38 પી એમ(PM)