દિવાળી રજાઓ બાદ વાવ વિધાનસભા બેઠકની પેટાચૂંટણી માટે પ્રચાર ફરી થયો છે. ગઈકાલે બનાસકાંઠાના ભાભર હરિધામ ગૌશાળા ખાતે જિલ્લા ભાજપ દ્વારા સ્નેહમિલન કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ગુજરાત વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી, ગૃહમંત્રી હર્ષ સંઘવી સહિતના મંત્રીઓ તથા કેટલાંક ધારાસભ્યો ઉપસ્થિત રહ્યા હતા.
ભાજપના ટોચનાં નેતાઓએ વાવ વિધાનસભા બેઠકના ભાજપના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોર માટે ચૂંટણી સભા ને સંબોધન કર્યું હતું.
દરમિયાન, કોંગ્રેસના ઉમેદવાર ગુલાબસિંહ રાજપૂત પણ ડોર ટુ ડોર પ્રચાર કરી રહ્યા છે. બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોર કોંગ્રેસના ઉમેદવારને વિજયી બનાવવા માટે મતદારો ને અપીલ કરી રહ્યા છે. ગુલાબસિંહ રાજપૂતે જણાવ્યું કે, વાવમાં કોંગ્રેસનો મુકાબલો અપક્ષ સાથે છે. આ તરફ અપક્ષ ઉમેદવાર માવજીભાઈ પટેલે પણ જાહેર સભા કરી હતી.
Site Admin | નવેમ્બર 5, 2024 10:05 એ એમ (AM) | પેટાચૂંટણી
દિવાળી રજાઓ બાદ વાવ વિધાનસભા બેઠકની પેટાચૂંટણી માટે પ્રચાર ફરી ચાલુ
