દિવાળી પૂર્વે ખાદ્ય પદાર્થોમાં ભેળસેળને રોકવા માટે આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યું છે. આ માટે રાજ્યવ્યાપી તપાસ શરૂ કરાશે. ખાસ કરીને મીઠાઈની દુકાનોમાં રૉ મટિરિયલ, ઘી સહિતના સંગ્રહિત ખાદ્ય પદાર્થોની તપાસ કરવામાં આવશે. ફૂડ એન્ડ ડ્રગ્સ કમિશ્નર ડૉ. એચ. જી. કોશિયાએ જણાવ્યું છે કે 2 મેટ્રિક ટનથી વધુ ઉત્પાદન થતું હોય એવા આઉટલેટમાં તપાસ સાથે કેમેરા રેકોર્ડિંગ પણ હાથ ધરાશે.
Site Admin | સપ્ટેમ્બર 22, 2024 2:52 પી એમ(PM)