સુપ્રસિદ્ધ યાત્રાધામ ચોટીલા ખાતે દિવાળીના તહેવારો નિમિત્તે તારીખ 2 થી 6 નવેમ્બર સુધી ડુંગરના પગથિયાના દ્વાર વહેલી સવારે 4 વાગ્યે ખુલશે અને આરતીનો સમય સવારે સાડા ચાર વાગ્યાનો રહેશે, ત્યારબાદ 7 થી 14 નવેમ્બર સુધી દ્વાર સવારે સાડા ચાર વાગ્યે ખુલશે તથા આરતીનો સમય સવારે પાંચ વાગ્યાનો રહેશે.
તેમજ પવિત્ર યાત્રાધામ બહુચરાજી ખાતે 29મી ઓક્ટોબર થી 6ઠી નવેમ્બર દરમિયાન દિવાળીના પર્વ ને લઈ ઉજવણી કરાશે. 30મી નવેમ્બરના દિવસે કાળી ચૌદશના રોજ મહા આરતી કરવામાં આવશે. પહેલી નવેમ્બરના રોજ માતાજીને રાજભોગ સોનાની થાળીમાં પરંપરા મુજબ જમાડવામાં આવશે.
Site Admin | ઓક્ટોબર 26, 2024 3:53 પી એમ(PM)