દિવાળીના તહેવાર સમયે રાજકોટની જાણીતી હોટલોને બોમ્બ થી ઉડાવી દેવાની આજરોજ ઈમેલથી ધમકી મળતા પોલીસ સહિતની સુરક્ષા દળોની ટીમે સતર્કતા વધારી દીધી છે.
ઈમેલ મારફત આ ધમકી મળતા રાજકોટ પોલીસ દ્વારા હોટલો માં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે અને સલામતી વ્યવસ્થા સુદ્રઢ કરવામાં આવી છે. હજુ સુધી કોઈ દુર્ઘટનાના સમાચાર પ્રાપ્ત થયા નથી પરંતુ રાજકોટ પોલીસ તેમજ સલામતી દળના જવાનો દ્વારા આ મામલાને ગંભીરતાથી લઈને કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.
ઇમેલ પર ધમકી મળ્યા બાદ પોલીસે હોટલોની તપાસ શરૂ કરી હતી. અત્યાર સુધીની તપાસમાં પોલીસને કોઇ શંકાસ્પદ વસ્તુ હાથ લાગી નથી.
Site Admin | ઓક્ટોબર 26, 2024 7:17 પી એમ(PM)