દિવાળીના તહેવારમાં રાજ્યભરના મુસાફરો માટે એસ ટી વિભાગ દ્વારા બે હજાર બસો જેટલી વધારાની બસો દોડાવાશે. રાજ્ય ગૃહમંત્રી અને વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવીએ સુરતમાં પત્રકાર પરિષદને સંબોધતા 26 થી 30 ઓક્ટોબર દરમિયાન વધારાની બસોનું સંચાલન કરવાની જાહેરાત કરી હતી.સુરતમાં વસવાટ કરતા સૌરાષ્ટ્ર, ઉતર ગુજરાતના રત્નકલાકારો તેમજ દાહોદ પંચમહાલના શ્રમજીવીઓ માટે 950 જેટલી વધારાની બસો દોડાવાશે.આખી બસનું ગ્રુપ બુકિંગ કરાવનારને એસ ટી આપના દ્વારે અનુસાર તેઓને તેમની સોસાયટી થી તેમના વતન સુધી પહોચાડવામાં આવશે.
Site Admin | સપ્ટેમ્બર 14, 2024 7:56 પી એમ(PM)