દિલ્હી સરકારે આયુષ્માન ભારત આરોગ્ય વીમા યોજના લાગુ કરવાનો નિર્ણય લીધો છે. ગઈકાલે નવી શપથ લેનાર દિલ્હી સરકારની પ્રથમ કેબિનેટ બેઠકની અધ્યક્ષતા કર્યા પછી દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તાએ મીડિયાને આ અંગે જણાવ્યું હતું. તેમણે કહ્યું કે, આયુષ્માન ભારત યોજનાને વહેલી તકે લાગુ કરવામાં આવશે. તેમણે કહ્યું કે, વિધાનસભાની પહેલી બેઠકમાં 14 CAG રિપોર્ટ રજૂ કરવામાં આવશે.
Site Admin | ફેબ્રુવારી 21, 2025 9:32 એ એમ (AM)
દિલ્હી સરકારે આયુષ્માન ભારત આરોગ્ય વીમા યોજના લાગુ કરવાનો નિર્ણય કર્યો
