ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

ફેબ્રુવારી 7, 2025 2:44 પી એમ(PM) | વિધાનસભા

printer

દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે આવતીકાલે યોજાનારી મતગણતરી માટે તમામ તૈયારીઓ પૂર્ણ થઈ

દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે આવતીકાલે યોજાનારી મતગણતરી માટે તમામ તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ છે.
દિલ્હીના મુખ્ય ચૂંટણી અધિકારી આર એલિસ વાઝે ગઈકાલે જણાવ્યું કે, 70 વિધાનસભા મતવિસ્તારોના ફોર્મ 17C સહિત ચૂંટણી દસ્તાવેજોની ચકાસણી પૂર્ણ થઈ ગઈ છે. તેમણે કહ્યું કે, તપાસ દરમિયાન ચૂંટણી પંચના કેન્દ્રીય નિરીક્ષક, ઉમેદવારો અને તેમના એજન્ટો તેમજ ચૂંટણી અધિકારીઓ હાજર હતા.
તેમણે કહ્યું કે, ચકાસણી પ્રક્રિયા દરમિયાન કોઈ ઉમેદવારે કોઈ ફરિયાદ કરી નથી. ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીનો-ઇવીએમને કમિશન અને પોલીસ અધિકારીઓની કડક દેખરેખ હેઠળ સ્ટ્રોંગ રૂમમાં રાખવામાં આવ્યા છે. મત ગણતરી માટે દિલ્હીના 11 જિલ્લાઓમાં 19 કેન્દ્રો બનાવવામાં આવ્યા છે.
શ્રીમતી વાઝે જણાવ્યું કે, ગણતરીના કાર્ય માટે ગણતરી સુપરવાઇઝર, ગણતરી સહાયકો, સૂક્ષ્મ નિરીક્ષકો, ડેટા કર્મચારીઓ અને અન્ય સ્ટાફ સહિત લગભગ 12 હજાર કર્મચારીઓને તૈનાત કરવામાં આવ્યા છે અને તેમને ગણતરી પ્રક્રિયા માટે તાલીમ આપવામાં આવી છે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ