દિલ્હી વિધાનસભા ચૂંટણી માટેનો પ્રચાર પૂરજોશમાં ચાલી રહ્યો છે. ભારતીય જનતા પાર્ટી, આમ આદમી પાર્ટી અને કોંગ્રેસના અગ્રણી નેતાઓ આજે જાહેર સભાઓને સંબોધશે.
ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ આજે બપોર પછી ત્રણ મતવિસ્તારોમાં જાહેર સભાઓ યોજશે. ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કરસિંહ ધામી અને મધ્યપ્રદેશના મુખ્યમંત્રી મોહન યાદવ પણ બે સભાઓને સંબોધશે.
કોંગ્ર્રેસના વરિષ્ઠ નેતા રાહુલ ગાંધી મુસ્તફાબાદ મતવિસ્તારમાં મોટી જાહેર સભાને સંબોધશે.
આમ આદમી પાર્ટીના નેતા સંજય સિંહ આજે સાંજે મોતી નગર વિસ્તારમાં પ્રચાર કરશે., જ્યારે પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન રોડ શો કરશે અને જાહેર સભાઓ સંબોધશે.
Site Admin | જાન્યુઆરી 23, 2025 1:54 પી એમ(PM) | Election News
દિલ્હી વિધાનસભા ચૂંટણી માટેનો પ્રચાર પૂરજોશમાં ચાલી રહ્યો છે
