ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

જાન્યુઆરી 15, 2025 7:14 પી એમ(PM) | aap candidate list | Delhi Election | delhi general election

printer

દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે આમ આદમી પાર્ટીએ ઉમેદવારોની સુધારેલી યાદી જાહેર કરી

દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે આમ આદમી પાર્ટીએ ઉમેદવારોની સુધારેલી યાદી જાહેર કરી છે. પાર્ટીએ નરેલા અને હરિ નગર બેઠકો પરથી પોતાના ઉમેદવારો બદલ્યા છે. આ યાદીમાં, નરેલાથી શરદ ચૌહાણ અને હરિનગરથી સુરિન્દર સેતિયાને ઉમેદવાર બનાવવામાં આવ્યા છે. અગાઉ, નરેલાથી દિનેશ ભારદ્વાજ અને હરિ નગરથી રાજ કુમારી ઢિલ્લન આમ આદમી પાર્ટીના ઉમેદવાર હતા.
દરમિયાન દિલ્હી વિધાનસભા ચૂંટણીની જાહેરાત થઈ ત્યારથી દિલ્હી પોલીસે આદર્શ આચારસંહિતાનું ઉલ્લંઘન કરવા બદલ 180 કેસ નોંધ્યા છે. લગભગ 123 લાઇસન્સ વિનાના હથિયારો અને 92 કારતૂસ જપ્ત કરવામાં આવ્યા છે. પોલીસે જણાવ્યું હતું કે આ સમયગાળા દરમિયાન 59 કિલોગ્રામથી વધુ વજનના માદક પદાર્થ, અને એક કરોડથી વધુની રોકડ રકમ જપ્ત કરવામાં આવી છે. નિવારક કાર્યવાહી અને આબકારી કાયદાની જોગવાઈઓ હેઠળ 7 હજાર 454થી વધુ લોકોની ધરપકડ કરવામાં આવી હતી. પોલીસે જણાવ્યું કે, દિલ્હીમાં મુક્ત, ન્યાયી અને શાંતિપૂર્ણ ચૂંટણી સુનિશ્ચિત કરવા માટે, આંતર-રાજ્ય સરહદી ચોકીઓ પર સતર્કતા વધારવા અને ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પર કડક કાર્યવાહી સહિત અનેક પગલાં લીધા છે. ઉલ્લેખનીય છે કે, દિલ્હીમાં 5 ફેબ્રુઆરીએ મતદાન થશે અને મતગણતરી 8મી ફેબ્રુઆરીએ થશે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ