દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે ભારતીય જનતા પાર્ટીએ 29 ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી છે. ભૂતપૂર્વ ધારાસભ્ય કપિલ મિશ્રાને કરાવલ નગરથી, હરીશ ખુરાનાને મોતી નગરથી અને તાજેતરમાં આમ આદમી પાર્ટીમાંથી ભાજપમાં જોડાયેલા પ્રિયંકા ગૌતમને કોંડલીથી ટિકિટ આપવામાં આવી છે.
આ પહેલા પાર્ટીએ 29 ઉમેદવારોની પહેલી યાદી જાહેર કરી હતી. કુલ ૭૦ વિધાનસભા બેઠકોમાંથી, ભાજપે અત્યાર સુધીમાં ૫૮ બેઠકો માટે ઉમેદવારોની જાહેરાત કરી છે.
Site Admin | જાન્યુઆરી 12, 2025 8:50 એ એમ (AM) | દિલ્હી વિધાનસભા ચૂંટણી