દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી (ભાજપ) એ નિર્ણાયક જીત મેળવી છે, આમ આદમી પાર્ટી ને હરાવીને 27 વર્ષ પછી સત્તામાં પાછી આવી છે.
70 સભ્યોની વિધાનસભામાં ભાજપે 48 બેઠકો જીતી છે, જ્યારે આમ આદમી પાર્ટી ને 22 બેઠકો મળી છે. કોંગ્રેસ એક પણ બેઠક મેળવી શકી નથી. ભાજપના અગ્રણી વિજેતાઓમાં પરવેશ સાહિબ સિંહ, વિજેન્દ્ર ગુપ્તા, કપિલ મિશ્રા, તરવિંદર સિંહ મારવાહ અને અરવિંદર સિંહ લવલીનો સમાવેશ થાય છે.
AAP ના વિજેતાઓમાં આતિશી, સોમ દત્ત, ગોપાલ રાય, જરનૈલ સિંહ અને ઇમરાન હુસૈનનો સમાવેશ થાય છે. AAPના વરિષ્ઠ નેતાઓ અરવિંદ કેજરીવાલ, મનીષ સિસોદિયા અને સૌરભ ભારદ્વાજ, દુર્ગેશ પાઠક અને અવધ ઓઝા, કોંગ્રેસના સંદીપ દીક્ષિત અને ભાજપના રમેશ બિધુરીને હાર નો સામનો કરવો પડ્યો છે
Site Admin | ફેબ્રુવારી 9, 2025 8:42 એ એમ (AM) | દિલ્હી વિધાનસભા ચૂંટણી
દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીને હરાવીને ભારતીય જનતા પાર્ટી 27 વર્ષ પછી ફરીથી સત્તા રૂઢ – ભાજપે 70 માંથી 48 બેઠકો જીતી.
