દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં ભવ્ય જીતની ભારતીય જનત્તા પાર્ટીએ રાજ્યભરમાં ઉજવણી કરી હતી.
છોટાઉદેપુર જિલ્લાના સાંસદ જશુ રાઠવા, ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવા સહિત જિલ્લા અને તાલુકાના હોદ્દેદારો તથા મહિલા મોરચા દ્વારા ફટાકડા ફોડી વિજયનો જશ્ન મનાવવામાં આવ્યો.
ભાવનગર શહેરના કુંભારવાડા સર્કલ અને ઘોઘા સર્કલ ખાતે ભાજપ કાર્યકર્તાએ આતશબાજી કરીને દિલ્હીમાં ભાજપની જીતની ઉજવણી કરી હતી.
પાટણ શહેર અને જિલ્લા ભાજપના આગેવાનો અને કાર્યકરોએ પાટણ શહેરના બગવાડા દરવાજા ખાતે આતશબાજી સાથે એકબીજાનું મો મીઠું કરાવી હર્ષોલ્લાસથી વિજયોત્સવ મનાવાયો હતો.
નર્મદા જિલ્લાના રાજપીપળા, સેલંબા, સાગબારામાં પણ ભાજપના કાર્યકરોએ ફટાકડા ફોડી જીતની ઉજવણી કરી હતી.
દિલ્હી ભાજપની જીતની મહીસાગર ભાજપના કાર્યકર્તાઓએ ફટાકડા ફોડી એકબીજાને મીઠાઈ ખવડાવીને ઉજવણી કરી. આ ઉજવણીમાં રાજ્ય શિક્ષણ મંત્રી કુબેર ડીંડોર સહિત મોટી સંખ્યામાં કાર્યકરો જોડાયા હતા.એમની સાથે સાથે લુણાવાડા સંતરામપુર નગરપાલિકાની ચૂંટણી અંગે ડોર ટુ ડોર પ્રચાર પણ કરવામાં આવ્યો હતો.
મહેસાણા ખાતે દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં ભાજપની જીત થતા સાંસદ મયંક નાયક સહિત કાર્યકરોએ આતશબાજી કરીને ઉજવણી કરી હતી.
Site Admin | ફેબ્રુવારી 9, 2025 8:11 એ એમ (AM) | દિલ્હી વિધાનસભા ચૂંટણી
દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં ભવ્ય જીતની ભારતીય જનત્તા પાર્ટીએ રાજ્યભરમાં ઉજવણી કરી
