દિલ્હી વિધાનસભા ચૂંટણીના પરિણામોમાં તમામ 70 બેઠકો માટેના વલણો સામે આવી રહ્યા છે.વલણોમાં ભારતીય જનતા પાર્ટીને બહુમતી મળતી દેખાઈ રહી છે.તેના ઉમેદવારો 47 બેઠકો પર આગળ છે. આમ આદમી પાર્ટી 23 બેઠકો પર આગળ.ભૂતપૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની નવી દિલ્હી બેઠક પરથી હાર થઈ છે.આ બેઠક પર ભાજપના ઉમેદવાર પ્રવેશ વર્મા જીત્યા છે.કાલકાજી બેઠક પરથી આમઆદમી પાર્ટીના ઉમેદવાર અને દિલ્હીના મુખ્યમંત્રી આતિશી 2 હજાર આઠસોથી વધુ મતોથી પાછળ છે. આ બેઠક પર ભારતીય જનતા પાર્ટીના રમેશ બિધુરી આગળ ચાલી રહ્યા છે.જંગપુરા બેઠક પરથી આમ આદમી પાર્ટીના વરિષ્ઠ નેતા મનીષ સિસોદિયાની પણ હાર થઈ છે.આમ આદમી પાર્ટીના વરિષ્ઠ નેતા અને વર્તમાન ધારાસભ્ય સૌરભ ભારદ્વાજ ગ્રેટર કૈલાશ બેઠક પર ભારતીય જનતા પાર્ટીના શિખા રાય સામે હજારથી વધુ મતોથી પાછળ છે.માલવિયા નગર બેઠક પર, દિલ્હીના ભૂતપૂર્વ મંત્રી અને આમ આદમી પાર્ટીના વરિષ્ઠ નેતા સોમનાથ ભારતી ભારતીય જનતા પાર્ટીના સતીશ ઉપાધ્યાયથી પાંચ હજાર છસોથી વધુ મતોથી પાછળ છે.
Site Admin | ફેબ્રુવારી 8, 2025 1:55 પી એમ(PM) | દિલ્હી વિધાનસભા ચૂંટણી
દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી 47 અને આમ આદમી પાર્ટી 23 બેઠક પર આગળ
