ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

દિલ્હી વિધાનસભા ચૂંટણીનો જાહેર પ્રચાર આવતીકાલે સાંજે સમાપ્ત થશે.

દિલ્હી વિધાનસભા ચૂંટણીનો જાહેર પ્રચાર આવતીકાલે સાંજે સમાપ્ત થશે. રાજકીય પક્ષોએ મતદારોને આકર્ષવા માટે પોતાના પ્રયાસો તેજ કરી દીધા છે. 70 સભ્યોની વિધાનસભા માટે બુધવારે મતદાન થશે; મતગણતરી આઠમી ફેબ્રુઆરીએ થશે.
તમામ પક્ષોના નેતાઓ પોતાના ઉમેદવારોના સમર્થનમાં રેલીઓ અને રોડ શો કરી રહ્યા છે. ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે આર. કે, પુરમમાં જાહેર સભાને સંબોધિત કરશે.
પાર્ટીના નેતા અને કેન્દ્રીય મંત્રી રાજનાથ સિંહ રાજેન્દ્ર નગર, ચાંદની ચોક અને લક્ષ્મી નગરમાં રેલીઓ કરશે. દરમ્યાન પાર્ટીના વરિષ્ઠ નેતા અને ગૃહમંત્રી અમિત શાહે ગઈકાલે દિલ્હીમાં અનેક રેલીઓ કરી હતી. તેમણે કહ્યું કે આમ આદમી પાર્ટીના નેતા અરવિંદ કેજરીવાલે અણ્ણા હજારેના આંદોલન દરમિયાન કોઈપણ રાજકીય પક્ષ ન બનાવવાનું વચન આપીને લોકોને ગેરમાર્ગે દોર્યા હતા.
તેમણે આમ આદમી પાર્ટીની સરકાર પર દારૂ અને પાણી બોર્ડ કૌભાંડો સહિત હજારો કરોડ રૂપિયાના કૌભાંડોમાં સંડોવણીનો આરોપ લગાવ્યો. ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કરસિંહ ધામીએ પણ ગઈકાલે દ્વારકામાં ચૂંટણી રેલી યોજી હતી.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ