દિલ્હી વિધાનસભાની 70 બેઠકો માટેની ચૂંટણી માટે કુલ 1 હજાર 521 ઉમેદવારીપત્રો દાખલ થયા છે. ચૂંટણી પંચના જણાવ્યા અનુસાર, નામાંકનના છેલ્લા દિવસે 680 ઉમેદવારીપત્રો દાખલ થયા હતા.
ચૂંટણી પંચે જણાવ્યું હતું કે, નવી દિલ્હી વિધાનસભા મતવિસ્તારમાં સૌથી વધુ ઉમેદવારીપત્રો દાખલ થયા છે અને આ બેઠક માટે કુલ 29 ઉમેદવારોએ 40 ઉમેદવારીપત્રો દાખલ કર્યા છે. આ બેઠક પરથી આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય કન્વીનર અરવિંદ કેજરીવાલ ભાજપના પ્રવેશ વર્મા અને કોંગ્રેસના સંદીપ દીક્ષિત સામે ચૂંટણી લડી રહ્યા છે. પંચે એમ પણ કહ્યું હતું કે, કાલકાજી બેઠક પરથી કુલ 18 ઉમેદવારોએ 28 ઉમેદવારીપત્રો દાખલ કર્યા છે, જેમાંથી વર્તમાન મુખ્યમંત્રી આતિશી ભાજપના રમેશ બિધુરી અને કોંગ્રેસના અલકા લાંબા સામે ચૂંટણી લડી રહ્યા છે.
ઉમેદવારીપત્રોની ચકાસણી આજે થઈ રહી છે અને ઉમેદવારીપત્રો પાછા ખેંચવાની છેલ્લી તારીખ ૨૦મી જાન્યુઆરી છે.
Site Admin | જાન્યુઆરી 18, 2025 2:11 પી એમ(PM)