ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

ફેબ્રુવારી 27, 2025 8:22 પી એમ(PM) | cag

printer

દિલ્હી વિધાનસભાની જાહેરહિસાબ સમિતિ અગાઉની AAP સરકારની આબકારી નીતિ પરના CAG રિપોર્ટની તપાસ કરશે

દિલ્હી વિધાનસભાની જાહેર હિસાબ સમિતિ ગત AAP સરકારની આબકારી નીતિ પરના CAG રિપોર્ટની તપાસ કરશે. CAG રિપોર્ટમાં ખુલાસો થયો છે કે 2021માં લાગુ કરાયેલી શરાબ નીતિથી સરકારી તિજોરીને બે હજાર કરોડ રૂપિયાથી વધુનું મહેસૂલ નુકસાન થયું હતું. ભાજપના અનેક ધારાસભ્યોએ આ મામલે તપાસ અને દોષિતો સામે કાર્યવાહી કરવાની માંગ કર્યા બાદ દિલ્હી વિધાનસભાના અધ્યક્ષ વિજેન્દ્ર ગુપ્તાએ આ જાહેરાત કરી હતી.ગુપ્તાએ કહ્યું કે સમિતિ ત્રણ મહિનાની અંદર પોતાનો અહેવાલ રજૂ કરશે. અધ્યક્ષે દિલ્હી વિધાનસભા સચિવને CAG રિપોર્ટ દિલ્હી આબકારી વિભાગને મોકલવા અને એક મહિનાની અંદર કાર્યવાહીનો અહેવાલ રજૂ કરવાનો પણ નિર્દેશ આપ્યો હતો. છ વખતના ધારાસભ્ય મોહનસિંહ બિષ્ટને આજે નવી રચાયેલી દિલ્હી વિધાનસભાના ડેપ્યુટી સ્પીકર તરીકે ચૂંટવામાં આવ્યા હતા.બિષ્ટને સત્રના ત્રીજા દિવસે સર્વાનુમતે ચૂંટવામાં આવ્યા હતા.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ