દિલ્હી વિધાનસભાના ભાજપના ધારાસભ્ય દળની બેઠક આવતીકાલે નવી દિલ્હીમાં યોજાશે. આ બેઠકમાં ભાજપના તમામ નવા ચૂંટાયેલા ધારાસભ્યો અને પાર્ટીના વરિષ્ઠ નેતાઓ ભાગ લેશે. પાર્ટીના સૂત્રોના જણાવ્યા અનુસાર, બેઠકમાં દિલ્હીના આગામી મુખ્યમંત્રીનું નામ નક્કી થવાની શક્યતા છે. મુખ્યમંત્રીનો શપથ ગ્રહણ સમારોહ ગુરુવારે રામલીલા મેદાનમાં યોજાવાની શક્યતા છે. દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં ભાજપે 70માંથી 48 બેઠકો જીતી છે.
Site Admin | ફેબ્રુવારી 18, 2025 7:26 પી એમ(PM) | વિધાનસભા
દિલ્હી વિધાનસભાના ભાજપના ધારાસભ્ય દળની બેઠક આવતીકાલે નવી દિલ્હીમાં યોજાશે
