ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

જાન્યુઆરી 13, 2025 7:25 પી એમ(PM)

printer

દિલ્હી વડી અદાલતે કેગના રિપોર્ટ પર દિલ્હી સરકાર આકરા પ્રહારો કર્યા

દિલ્હી વડી અદાલતે કેગના રિપોર્ટ પર દિલ્હી સરકાર આકરા પ્રહારો કર્યા છે. નવી દિલ્હીમાં,પાર્ટીના પ્રવક્તા સુધાંશુ ત્રિવેદીએ મીડિયા અહેવાલોનેટાંકીને જણાવ્યું હતું કે અદાલતે કહ્યું છે કે દિલ્હી સરકાર વિધાનસભામાં CAGરિપોર્ટ રજૂ કરવાથી દૂર રહી  છે. તેમણે કહ્યું કે તાજેતરમાં દિલ્હી સરકારેવિધાનસભા સચિવાલયને કહ્યું કે રિપોર્ટ રજૂ કરવાની કોઈ જરૂર નથી. શ્રી ત્રિવેદીએકહ્યું કે આનો અર્થ એ છે કે સરકાર પોતાની આવક અને ખર્ચની વિગતો રાખવાનું જરૂરીમાનતી નથી.અદાલતે કહ્યું છે કે દિલ્હી સરકારની રિપોર્ટ રજૂ કરવાથી પીછેહઠને કારણે તેનીપ્રામાણિકતા પર શંકા ઉભી થાય છે. CAG રિપોર્ટ દિલ્હી સરકારની એક્સાઇઝ નીતિ સાથે સંબંધિત છે. દરમિયાન, પાર્ટી કન્વીનર અરવિંદકેજરીવાલે દિલ્હીના જાટ સમુદાયને કેન્દ્રીય OBC યાદીમાં સામેલ કરવાની માંગનો પુનરોચ્ચાર કરતાં ભાજપ પર પ્રશ્નો ઉઠાવ્યા છે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ