ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

જુલાઇ 21, 2024 7:55 પી એમ(PM)

printer

દિલ્હી ટ્રાફિક પોલીસે કાવડ યાત્રાને લઈને નવી માર્ગદર્શિકા જાહેર કરી

દિલ્હી ટ્રાફિક પોલીસે કાવડ યાત્રાને લઈને નવી માર્ગદર્શિકા જાહેર કરી છે. મોટી સંખ્યામાં કાવડિયા દિલ્હી પહોંચી રહ્યા છે, જેમાંથી કેટલાક રાજસ્થાન તેમજ દિલ્હી સરહદે પગપાળા ચાલી રહ્યા છે. આ વર્ષે 15થી 20 લાખ જેટલા શ્રદ્ધાળુઓ કાવડ યાત્રામાં જોડાય તેવી શક્યતા છે.

કાવડિયાઓની અવર-જવરને જોતા રસ્તાઓ પર તેમની માટે પાણી, ભોજન તેમજ આરામ કરવા માટેની શિબિરો ઉભી કરાઈ છે. દિલ્હી ટ્રાફિક પોલીસે સામાન્ય જનતા અને શ્રદ્ઘાળુઓને અસુવિધા ઘટાડવા માટે કંવડિયાઓ તેમજ અન્ય માર્ગ વપરાશકર્તાઓની અવરજવરને અલગ કરવા માટે વ્યાપક વ્યવસ્થા કરી છે. પોલીસે જણાવ્યું છે કે આઉટર રિંગ રોડ પર જીટી કરનાલ રોડથી આવતી સિટી બસો સિવાયના ભારે વાહનોને સીધા રાષ્ટ્રીય ધોરીમાર્ગ-24 તરફ વાળવામાં આવશે. તેમને વજીરાબાદ રોડ અને જીટી રોડ પર શાહદ્રા તરફ આગળ વધવાની પરવાનગી આપવામાં આવશે નહીં. વાહનચાલકોને અસુવિધા અને વિલંબ ટાળવા માટે તેમની મુસાફરીનું અગાઉથી આયોજન કરવાની સલાહ છે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ