દિલ્હી ખાતે યોજાનાર પ્રજાસત્તાક પર્વની ઉજવણીમાં કચ્છ જિલ્લાના નખત્રાણા તાલુકાના વેરસલપર ગામના સરપંચ અને પાણી સમિતિના પ્રમુખ ઉપસ્થિત રહેશે. કેન્દ્રના જળશક્તિ મંત્રાલયે
વેરસલપર ગામના સરપંચ અને પાણી સમિતિના પ્રમુખ રવિલાલ વાલાણી તથા નીતાબેન વાલાણીની પસંદગી કરી રાષ્ટ્રીય પર્વની ઉજવણીમાં ખાસ મહેમાન તરીકે આમંત્રિત કરવામાં આવ્યા
છે.
આ અંગે ગામના સરપંચ રવિલાલ વાલાણી જણાવે છે કે, અંદાજે 700 જેટલી વસતી ધરાવતા આ ગામમાં 100 ટકા ઘરોમાં નળ જોડાણ અને ગટર વ્યવસ્થા, તળાવમાં રીચાર્જ બોર,
દૂષિત પાણીના શુદ્ધિકરણ માટેનો પ્લાન્ટ, નિયમિત- પૂરતું અને શુદ્ધ પાણી વિતરણ તથા 50 ટકા મહિલા સભ્યો ધરાવતી પાણી સમિતિ છે.
Site Admin | જાન્યુઆરી 22, 2025 7:58 પી એમ(PM)
દિલ્હી ખાતે યોજાનાર પ્રજાસત્તાક પર્વની ઉજવણીમાં કચ્છ જિલ્લાના નખત્રાણા તાલુકાના વેરસલપર ગામના સરપંચ અને પાણી સમિતિના પ્રમુખ ઉપસ્થિત રહેશે
