કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું છે કે દિલ્હી-એન. સી. આર. માં એક મોટા નાર્કો નેટવર્કનો પર્દાફાશ થયો છે. એક સોશિયલ મીડિયા પોસ્ટમાં શ્રી શાહે જણાવ્યું હતું કે નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો-એન. સી. બી. અને દિલ્હી પોલીસે ગેંગને પકડી લીધી હતી અને 27 કરોડ રૂપિયાથી વધુની કિંમતના પ્રતિબંધિત નશાકારક પદાર્થો જપ્ત કર્યા હતા.
એનસીબીની ટીમે ચાર નાઇજીરિયન સહિત પાંચ લોકોની ધરપકડ પણ કરી હતી. શ્રી શાહે આ અંગે વધુ વિગતો આપતા જણાવ્યું હતું કે આ ચારેય નાઇજીરિયન વિદ્યાર્થી વિઝા ઉપર ભારતમાં રહેતા હતા અને એનસીઆરની યુનિવર્સિટીઓમાં અભ્યાસના નામે ડ્ર્ગ્સ અને ક્રિપ્ટો જેવા ગેરકાયદે કૃત્યોમાં સામેલ છે.
શ્રી શાહે આ મોટી સફળતા માટે એન. સી. બી. અને દિલ્હી પોલીસની પ્રશંસા કરી હતી. તેમણે કહ્યું હતું કે, નરેન્દ્ર મોદી સરકારે માદક દ્રવ્યો સામે ઝીરો ટોલરન્સની નીતિ અપનાવી હોવાથી માદક દ્રવ્યોના વેપારને નેસ્તનાબૂદ કરવા માટે સરકાર કટિબધ્ધ છે.
Site Admin | માર્ચ 31, 2025 7:39 પી એમ(PM) | કેન્દ્રીય ગૃહમંત્રી
દિલ્હી-એન. સી. આર. માં એક મોટા નાર્કો નેટવર્કનો પર્દાફાશ થયો
