દિલ્હી-એનસીઆર ની વાયુ પ્રદૂષણની સ્થિતિમાં સુધારો થયો છે.. આજે સવારે સવારે 7 વાગ્યે ઈન્ડિયા ગેટ પર એકયુઆઈ 169 નોંધાયો હતો..
પ્રચંડ વાયુ પ્રદૂષણનો સામનો કરવા માટે ગ્રેડેડ રિસ્પોન્સ એક્શન પ્લાનનો ચોથો તબક્કો રાષ્ટ્રીય રાજધાની ક્ષેત્રમાં લાગુ કરવામાં આવ્યો છે. આજે સવારે રાષ્ટ્રીય રાજધાની ક્ષેત્રના લોકોને વાયુ પ્રદૂષણથી થોડી રાહત મળી છે. દિલ્હીમાં લઘુત્તમ તાપમાન 13.05 ડિગ્રી સેલ્સિયસ હતું.
સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડની વેબસાઈટ મુજબ, સવારે 7 વાગ્યે ઈન્ડિયા ગેટમાં એર ક્વોલિટી ઈન્ડેક્સ 169 આનંદ વિહારમાં 250, અલીપોરમાં 198, આયા નગરમાં 164, ચાંદની ચોકમાં 187 , દ્વારકા સેક્ટર-8માં નોંધવામાં આવ્યો હતો.
Site Admin | ડિસેમ્બર 4, 2024 2:27 પી એમ(PM)