ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

નવેમ્બર 19, 2024 2:14 પી એમ(PM) | aqi

printer

દિલ્હી-એનસીઆરના કેટલાક વિસ્તારોમાં હવાની ગુણવત્તા 500 AQI ને પાર, ઑફિસ અને શાળા કૉલેજો બંધ કરાઈ

દિલ્હી-એનસીઆર પ્રદેશમાં હવાની ગુણવત્તા વધુ બગડી છે, ગઈ કાલે રાત્રે 10 વાગે સરેરાશ હવા ગુણવત્તા સૂચકાંક 500  સાથે ‘સિવિયર પ્લસ’ લેવલથી વધી ગયો હતો. કેન્દ્રીય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડનાં જણાવ્યા અનુસાર,શહેરનાં કેટલાંક ભાગોમાં 500 AQI સ્તર નોંધાયું છે.આજે સવારે છ વાગે દિલ્હીનાં IGI વિમાન મથક, બવાના, આનંદ વિહાર, JLN સ્ટેડિયમ, ઓખલા ફેઝ-ટુ જેવા વિસ્તારોમાં 500  AQI નોંધાયો છે. રાજધાનીમાં પ્રદૂષણનાં વધતાં જતા સ્તરને ધ્યાનમાં રાખતા દિલ્હીના ઉપ રાજ્યપાલ વિનયકુમાર સક્સેનાએ દિલ્હી સરકારને તમામ સરકારી કચેરીઓમાં તબક્કાવાર સમય રાખવા નિર્દેશ આપ્યો છે. આ આદેશ દિલ્હી સરકાર અને મ્યુનિસિપલ કોર્પોરેશનની તમામ કચેરીઓને લાગુ પડશે. નવો સમય ફેબ્રુઆરી 2025 સુધી અમલી રહેશે. દરમિયાન, દિલ્હીના મુખ્યમંત્રી આતિશીએ દિલ્હીની શાળાઓમાં આજથી ધોરણ 10 અને 12 સહિત તમામ વર્ગો ફક્ત ઓનલાઈન લેવાની જાહેરાત કરી છે. દિલ્હી યુનિવર્સિટી શનિવાર સુધી ઓનલાઈન વર્ગો  ચલાવશે.દરમિયાન ગઈકાલે સર્વોચ્ચ અદાલતની ફટકાર બાદ દિલ્હી-એનસીઆરના વિસ્તારોમાં ગ્રેપ-4 એટલે કે, ગ્રેડેડ રિસ્પોન્સ એક્શન પ્લાનના પ્રતિબંધ લાગુ કરાયો છે.  

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ