દિલ્હીમાં 14મી સપ્ટેમ્બરે યોજાનારી રાષ્ટ્રીય લોક અદાલત માટે અરજી કરવા માટેની ઓનલાઈન લિંક આવતીકાલથી ઉપલબ્ધ થશે. વાહન માલિકો દિલ્હી ટ્રાફિક પોલીસની સત્તાવાર વેબસાઇટની મુલાકાત લઈને અરજી કરી શકે છે.
દિલ્હીની તમામ જિલ્લા અદાલતોમાં રાષ્ટ્રીય લોક અદાલતનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ અદાલતોમાં દ્વારકા, કડકડુમા, પટિયાલા હાઉસ, રોહિણી, રાઉસ એવન્યુ, સાકેત, તીસ હજારી કોર્ટનો સમાવેશ થાય છે. સવારે 10 થી સાંજના 4 વાગ્યા સુધી રાષ્ટ્રીય લોક અદાલતનું આયોજન કરવામાં આવશે, જેમાં તમામ પ્રકારના કોમર્શિયલ અને ખાનગી વાહનોના પેન્ડીંગ પેમેન્ટ અને ટ્રાફિક ચલણની પતાવટ કરવામાં આવશે.
દિલ્હી ટ્રાફિક પોલીસે કહ્યું છે કે દરેક લોક અદાલત બેન્ચ એક હજાર ચલણ અને નોટિસની સુનાવણી કરશે. તમામ કોર્ટ પરિસરની એકસો એંસી લોક અદાલતોમાં કુલ એક લાખ એંસી હજાર ચલણ અને નોટિસનો નિકાલ કરવામાં આવશે.
Site Admin | સપ્ટેમ્બર 8, 2024 7:37 પી એમ(PM)
દિલ્હીમાં 14મી સપ્ટેમ્બરે યોજાનારી રાષ્ટ્રીય લોક અદાલત માટે અરજી કરવા માટેની ઓનલાઈન લિંક આવતીકાલથી ઉપલબ્ધ થશે
