દિલ્હી – એનસીઆરીમાં હવાની ગુણવત્તા સતત કથળી રહી છે. કેન્દ્રીય પ્રદૂષણ બોર્ડના તાજેતરના અંકડાઓ અનુસાર આજે સવારે દિલ્હીમાં હવા ગુણવતત્તા સૂચકાંક – AQI 385 નોંધાયો હતો. દિલ્હીના કેટલાક ભાગોમાં AQI 400ના આંકને વટાવીને ગંભીર સ્તરે પહોંચ્યો હતો. જેમાં આનંદ વિહારમાં AQI 457, અશોક વિહારમાં 419, બવાનાનો AQI 414 તેમજ રોહિણીમાં 405 AQI સાથે પ્રદૂષણનો રેકોર્ડ તૂટ્યો છે.
દરમિયાન હવામાન વિભાગે આગામી બેથી ત્રણ દિવસ દરમિયાન દિલ્હી અને એનસીઆરમાં રાત્રે અને સવારના સમયે ધુમ્મસછાયું વાતાવરણ રહેવાની શક્યતા વ્યક્ત કરી છે.
Site Admin | નવેમ્બર 5, 2024 2:34 પી એમ(PM)