દિલ્હીમાં વિધાનસભા ચૂંટણીના પ્રચારમાં તમામ રાજકીય પક્ષોના નેતાઓએ પ્રચારમાં એડીચોટીનું જોર લગાવ્યું છે. દિલ્હી વિધાનસભાની ચુંટણી માટે કોંગ્રેસ નેતા જયરામ રમેશ અને દેવેન્દ્ર યાદવે આજે ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો હતો.ભાજપ, આમ આદમી પાર્ટી અને કોંગ્રેસના નેતાઓ રેલી અને રોડ શો ઉપરાંત ડોર ટુ ડોર પ્રચાર કરી રહ્યા છે. ભાજપના વરિષ્ઠ નેતા અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે શાહદરા વિધાનસભા વિસ્તારના કરતાર નગરમાં રેલી સંબોધશે.
આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ આજે બાદલી અને તિમારપુરમાં જાહેરસભાને સંબોધિત કરશે.
Site Admin | જાન્યુઆરી 29, 2025 2:01 પી એમ(PM) | ચૂંટણી
દિલ્હીમાં વિધાનસભા ચૂંટણીના પ્રચારમાં તમામ રાજકીય પક્ષોના નેતાઓએ પ્રચારમાં એડીચોટીનું જોર લગાવ્યું
