ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

ડિસેમ્બર 31, 2024 7:46 પી એમ(PM)

printer

દિલ્હીમાં વિધાનસભાની ચૂંટણી અગાઉ ભાજપ , કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે વાકયુધ્ધ જામ્યુ હોય તેમ લાગી રહ્યું છે

દિલ્હીમાં વિધાનસભાની ચૂંટણી અગાઉ ભાજપ , કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે વાકયુધ્ધ જામ્યુ હોય તેમ લાગી રહ્યું છે.ભાજપે દિલ્હી ભાજપ કાર્યાલયની બહાર લગાવેલા પોસ્ટરોમાં AAP પર શહેરમાં ભ્રષ્ટાચાર અને કુશાસનનો આરોલગાવવામાં આવ્યો હતો. ભાજપે વાયુ પ્રદૂષણ, કથિત નબળી આરોગ્યસુવિધાઓ, પાણીની સમસ્યા અને અન્ય મુદ્દાઓ પર દિલ્હીમાં શાસકપક્ષની ટીકા કરી હતી. રાષ્ટ્રીય માનવ અધિકાર પંચે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ Xને AAP કન્વીનર અરવિંદ કેજરીવાલ અનમુખ્યમંત્રી આતિષીની એક પોસ્ટ હટાવવાનો નિર્દેશ આપ્યા બાદ ભાજપના પ્રવક્તા ગૌરવ ભાટિયાએ AAP પર આકરા પ્રહારો કર્યા હતા નવી દિલ્હીમાં પત્રકારોને સંબોધતા શ્રી ગૌરવ ભાટિયાએ આક્ષેપ કર્યો હતો કે AAP નેતાઓ રાજકારણ માટે બાળકોનો દૂર ઉપયોગ કરી રહ્યા છે. પૂજારી અને ગ્રંથીયોજના પર પણ AAP પર સવાલ ઉઠાવ્યા છે.બીજી તરફ, આમઆદમી પાર્ટીની સરકાર ચૂંટણી પહેલા એક પછી એક જાહેરાતો કરી રહી છે આ જાહેરાતદરમિયાન AAP નેતા સંજય સિંહે ભાજપ પર આરોપ લગાવ્યો કે ભાજપમાત્ર દિલ્હી સરકાર દ્વારા જાહેર કરાયેલી કલ્યાણકારી યોજનાઓનો વિરોધ કરે છે.કોંગ્રેસ પણ દિલ્હીમાં AAPના શાસનના મુદ્દે સતત આંગળીઓ ઉઠાવી રહી છે. નવી દિલ્હીમાં મીડિયાનબ્રીફિંગ આપતા, પાર્ટીના વરિષ્ઠ નેતા સંદીપ દીક્ષિતે યમુના નદીની સફાઈના વચન પર AAP પર પ્રહારો કર્યા. તેમણે માંગ કરીહતી કે શહેર સરકારની યોજનાઓ પર ભારતના કોમ્પ્ટ્રોલર અને ઓડિટર જનરલનો રિપોર્દિલ્હી વિધાનસભામાં મૂકવો જોઈએ. તેમણે આરોપ લગાવ્યો કે શ્રી કેજરીવાલે દિલ્હીનાલોકો માટે કશું જ નક્કર કર્યું નથી.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ