દિલ્હીમાં વિધાનસભાની ચૂંટણી પહેલા, આમ આદમી પાર્ટીએ આજે કોંગ્રેસ પર આરોપ લગાવ્યો છે કે તે આગામી ચૂંટણીમાં ભાજપની જીત સુનિશ્ચિત કરવાનો પ્રયાસ કરી રહી છે.
પક્ષના નેતા સંજય સિંહે, નવી દિલ્હીમાં પત્રકારો સાથે વાત કરતા, કોંગ્રેસના વરિષ્ઠ નેતા અજય માકને પક્ષના કન્વીનર અરવિંદ કેજરીવાલ વિરુદ્ધ કરેલી કેટલીક ટિપ્પણીઓ પર વિરોધ નોંધાવ્યો હતો. તેમણે આરોપ લગાવ્યો કે શ્રી માકને શ્રી કેજરીવાલને દેશદ્રોહી ગણાવ્યા તે વાંધાજનક છે અને કોંગ્રેસ પાર્ટીએ 24 કલાકની અંદર તેમની સામે કાર્યવાહી કરવી જોઈએ.
દરમિયાન કોંગ્રેસે આમ આદમી પાર્ટીના આરોપોને ફગાવી દીધા છે. દિલ્હીમાં પત્રકારો સાથે વાત કરતા કોંગ્રેસના વરિષ્ઠ નેતા સંદીપ દીક્ષિતે દાવો કર્યો હતો કે કોઇ રાજકીય પાર્ટી નહીં પણ દિલ્હીની જનતા આગામી ચૂંટણીમાં આમ આદમી પાર્ટીને હરાવી દેશે.
Site Admin | ડિસેમ્બર 26, 2024 7:39 પી એમ(PM) | દિલ્હી
દિલ્હીમાં વિધાનસભાની ચૂંટણી પહેલા, આમ આદમી પાર્ટીએ આજે કોંગ્રેસ પર આરોપ લગાવ્યો છે કે તે આગામી ચૂંટણીમાં ભાજપની જીત સુનિશ્ચિત કરવાનો પ્રયાસ કરી રહી છે
