દિલ્હીમાં યોજાઇ રહેલા ભારત આબોહવા મંચના કાર્યક્રમમાં ભારત સ્વચ્છ ટેક્નોલોજી ઉત્પાદન મંચનો શુભારંભ કરવામાં આવ્યો છે.
કેન્દ્રીય વાણિજ્ય મંત્રી પિયુષ ગોયલે આ પહેલનો આરંભ કરાવતાં જણાવ્યું હતું કે દેશમાં સૂર્ય, પવન, અને હાઇડ્રોજન ઉર્જા ક્ષેત્રે સ્વચ્છ ઉર્જા મૂલ્ય શ્રેણીમાં ભારતની ક્ષમતા વધારવામાં આ પગલું મહત્વનું બની રહેશે. આ મંચના કારણે સ્વચ્છ ઉર્જા ક્ષેત્રે નવકલ્પનાને બળ મળશે અને દેશ આ ક્ષેત્રે વૈશ્વિક અગ્રણી તરીકે સ્થાન મેળવે તે માટે પણ મદદ મળશે.
શ્રી ગોયલે દેશમાં સ્વચ્છ ઉર્જા ક્ષેત્રે લાંબા સમયગાળાનો વિકાસ સાધવા સરકાર દ્વારા ઉત્પાદન આધારિત રાહતોની કરેલી જાહેરાતોની વિગતો આપી હતી.
Site Admin | જાન્યુઆરી 11, 2025 8:04 પી એમ(PM)