આજે સવારે નવી દિલ્હી અને ઉત્તર ભારતના કેટલાક ભાગોમાં 4.0 ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. રાષ્ટ્રીય ભૂકંપ વિજ્ઞાન કેન્દ્રના જણાવ્યા અનુસાર, આ ભૂકંપ સવારે 5:36 વાગ્યે આવ્યો હતો અને તેનું કેન્દ્ર દિલ્હી નજીક પાંચ કિલોમીટરની ઊંડાઈએ હોવાનું કહેવાય છે.
રાષ્ટ્રીય ભૂકંપ વિજ્ઞાન કેન્દ્રએ વધુમાં જણાવ્યું હતું કે દિલ્હી, નોઈડા, ઈન્દિરાપુરમ અને એનસીઆર ના અન્ય વિસ્તારોમાં આવેલા ભૂકંપનું કેન્દ્ર 28.59 ઉત્તર અક્ષાંશ અને 77.16 પૂર્વ રેખાંશ પર હતું. જો કે હજુ સુધી સંપત્તિ કે જાનહાનિના કોઈ અહેવાલ મળ્યા નથી.