દિલ્હીમાં ખેલો ઇન્ડિયા પેરા ગેમ્સનનું સમાપન થયું છે. રમતના અંતિમ દિવસે, ખેલાડીઓએ પેરા ટેબલ ટેનિસ ફાઇનલમાં પોતાનું શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું. પુરુષોની વર્ગ 6 શ્રેણીમાં, યેઝદી અસ્પી ભામગરાએ ગોલ્ડ મેડલ જીત્યો, જ્યારે વિકાસ ઠાકુરે સિલ્વર મેડલ જીત્યો. મહિલા વર્ગ 6 શ્રેણીમાં, ભાવિકા કુકડિયાએ ગોલ્ડ મેડલ જીત્યો, અને જમાની નૂરજહાં નૂરઅલીએ સિલ્વર મેડલ જીત્યો હતો.
મહિલા વર્ગ 7 શ્રેણીમાં, પ્રાચી પાંડેએ ગોલ્ડ મેડલ જીત્યો, જ્યારે કંચન બાને સિલ્વર મેડલ મેળવ્યો. પુરુષોની વર્ગ 7 સ્પર્ધામાં, સંજીવ જી. હમ્મન્નાવરે શિવમ પાલ સામે કઠિન મુકાબલા પછી ગોલ્ડ મેડલ જીત્યો.
અન્ય પેરા ટેબલ ટેનિસ ફાઇનલમાં, શશિધર કુલકર્ણી, દત્તપ્રસાદ જોતિરામ ચૌગુલે અને વિશ્વ વિજય તાંબેએ પોતપોતાની શ્રેણીમાં ગોલ્ડ મેડલ જીત્યા. મહિલા ઇવેન્ટ્સમાં, નિશા ઇનાની, મહેક કૌર અને દેવયાની વાલ્હેએ પણ ગોલ્ડ મેડલ જીત્યા. ખેલો ઇન્ડિયા પેરા ગેમ્સનું આ સંસ્કરણ આઠ દિવસની ચેમ્પિયનશિપ હતી જેમાં પેરા આર્ચરી, પેરા એથ્લેટિક્સ, પેરા બેડમિન્ટન, પેરા પાવરલિફ્ટિંગ, પેરા શૂટિંગ અને પેરા ટેબલ ટેનિસ સહિત છ રમતોમાં ભાગ લેનારા 1,300 થી વધુ પેરા-એથ્લેટ્સે ભાગ લીધો હતો.
Site Admin | માર્ચ 27, 2025 8:19 પી એમ(PM)
દિલ્હીમાં ખેલો ઇન્ડિયા પેરા ગેમ્સનનું સમાપન થયું છે.
