દિલ્હીમાં આજે વિધાનસભાની ચૂંટણી માટે સવારે સાત વાગ્યાના ટકોરે મતદાન શરૂ થઇ ગયું છે. સલમતીની સઘન વ્યવસ્થા વચ્ચે આજે સાંજે ૬ વાગ્યા સુધી આ મતદાન થશે. દિલ્હીની 70 બેઠક માટે ૬૯૯ ઉમેદવારો માટે એક કરોડ છપ્પન લાખથી વધુ લાયક મતદારો મતદાન કરશે. ચૂંટણી મેદાનમાં મુખ્ય ઉમેદવારોમાં આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ, દિલ્હીના મુખ્યમંત્રી આતિશી અને દિલ્હીના મંત્રી ગોપાલ રાય, ભાજપના વિજેન્દ્ર ગુપ્તા, પ્રવેશ વર્મા, રમેશ બિધુરી અને કૈલાશ ગહલોતનો સમાવેશ થાય છે. કોંગ્રેસે સંદીપ દીક્ષિત, હારૂન યુસુફ અને અલકા લાંબાને મેદાનમાં ઉતાર્યા છે.
રાષ્ટ્રીય રાજધાનીમાં મુક્ત, ન્યાયી અને શાંતિપૂર્ણ મતદાન માટે સઘન વ્યવસ્થા કરવામાં આવી છે. ૭૦ વિધાનસભા મતવિસ્તારમાં ૧૩ હજાર સાતસોથી વધુ મતદાન મથકો ઉભા કરવામાં આવ્યા છે. આમાંથી ૭૦ મતદાન મથકો સંપૂર્ણપણે મહિલાઓ દ્વારા સંચાલિત છે, જ્યારે ૭૦ અન્યનું સંપૂર્ણ સંચાલન દિવ્યાંગજનો દ્વારા કરવામાં આવી રહ્યું છે
Site Admin | ફેબ્રુવારી 5, 2025 8:44 એ એમ (AM) | #DelhiAssemblyElections #DelhiElections2025 #DelhiElections #PollsWithAkashvani
દિલ્હીમાં આજે વિધાનસભાની ચૂંટણી માટે સવારે સાત વાગ્યાના ટકોરે મતદાન શરૂ થઇ ગયું છે.
