દિલ્હીમાં આગામી વિધાનસભા ચુંટણી માટે ઉમેદવારીપત્રો ભરવાની પ્રક્રિયા ચાલી રહી છે. ચુંટણી પંચ પણ તૈયારીઓમાં જોતરાયું છે.
આ દરમિયાન વિવિધ રાજકીય પક્ષો મતદારોને રિજવવા જનસભા સંબોધી રહ્યા છે દિલ્હીના સીલમપુરમાં એક જાહેર સભાને સંબોધતા કોંગ્રેસના વરિષ્ઠ નેતા રાહુલ ગાંધીએ આરોપ લગાવ્યો છે કે દિલ્હીના ભૂતપૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ દિલ્હીમાં તેમના ચૂંટણી વચનો પૂરા કરવામાં નિષ્ફળ ગયા છે.
તેમણે કહ્યું કે દિલ્હીમાં પ્રદૂષણ અને મોંઘવારી વધી રહી છે. શ્રી રાહુલ ગાંધીએ કહ્યું કે જો કોંગ્રેસ પાર્ટી સત્તામાં આવશે, તો તે પછાત સમુદાયના લોકોને મુખ્ય પ્રવાહમાં લાવશે અને રાષ્ટ્રીય રાજધાનીમાં વિકાસ સુનિશ્ચિત કરશે. શ્રી ગાંધીએ એવો પણ આરોપ લગાવ્યો કે ભારતીય જનતા પાર્ટી બંધારણનો નાશ કરી રહી છે અને લોકોમાં નફરત ફેલાવી રહી છે.
Site Admin | જાન્યુઆરી 14, 2025 8:59 એ એમ (AM) | વિધાનસભા ચુંટણી