દિલ્હીમાં આગામી વિધાનસભા ચૂંટણી પહેલા લોકોને જાગૃત કરવા માટે રાજ્ય ચૂંટણી પંચ દ્વારા મતદાર જાગૃતિ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. અભિયાન અંતર્ગત મતદારોને ઇલેક્ટ્રૉનિક વૉટિંગ મશીન- EVM અને વૉટર વેરિફાઈટ પેપર ઑડિટ ટ્રેલ- VVPATની માહિતી આપવામાં આવી રહી છે.
દિલ્હીના મુખ્ય ચૂંટણી અધિકારી પી. કૃષ્ણમૂર્તિએ કહ્યું કે, આ અભિયાન હેઠળ દિલ્હીના તમામ 11 જિલ્લામાં 70 મૉબાઈલ વાન તહેનાત કરવામાં આવી છે. તેના માધ્યમથી નાગરિકોને મતદાન પ્રક્રિયા અને મશીનોને પ્રત્યક્ષ અનુભવ કરાવવામાં આવી રહ્યો છે.
Site Admin | ઓક્ટોબર 23, 2024 7:31 પી એમ(PM) | ચૂંટણી પંચ