દિલ્હીની સ્થાનિક અદાલતે આજે રાષ્ટ્રીય જનતા દળના વડા અને ભૂતપુર્વ રેલવે મંત્રી લાલુ પ્રસાદ યાદવ અને તેમનાં બંને પુત્રોને જમીન સામે નોકરી સંલગ્ન મનીલોન્ડરિંગ કેસમાં જામીન આપ્યા છે. અદાલતે જણાવ્યું હતું કે આરોપીઓની ધરપકડ કર્યાવિના ચાર્જશીટ દાખલ કરવામાં આવી હતી.
શ્રી યાદવ અને તેમના પુત્રો તેજસ્વી અને તેજપ્રતાપ યાદવ પ્રત્યેકને એક લાખ રૂપિયાનાં વ્યક્તિગત બોન્ડ પર જામીન મંજૂર કરવામાં આવ્યા હતા. કેસની વધુ સુનાવણી 25 ઓક્ટોબરે યોજાશે. અદાલતે તમામ આરોપીઓને તેમનાં પાસપોર્ટ જમા કરાવવા પણ સૂચના આપી હતી.
Site Admin | ઓક્ટોબર 7, 2024 2:25 પી એમ(PM)
દિલ્હીની સ્થાનિક અદાલતે આજે રાષ્ટ્રીય જનતા દળના વડા અને ભૂતપુર્વ રેલવે મંત્રી લાલુ પ્રસાદ યાદવ અને તેમનાં બંને પુત્રોને જમીન સામે નોકરી સંલગ્ન મનીલોન્ડરિંગ કેસમાં જામીન આપ્યા છે
