દિલ્હીની વડીઅદાલતે સરહદ સુરક્ષા દળ(બીએસએફ)ને આદેશ કર્યો છે કે 30 વર્ષની સેવા પૂર્ણ કરી ચૂકેલા કર્મચારીઓને મોડિફાઈડ એશ્યોર્ડ કેરિયર પ્રોગ્રેસન – MACP સ્કીમના લાભો લંબાવવાની પ્રક્રિયા શરૂ કરે.
નિવૃત્ત BSF જવાનોએ, એક અરજીમાં, તેમના પેન્શનને ફિક્સ કરવા માટે MACP યોજના હેઠળ ત્રીજા નાણાકીય લાભને મંજૂર કરવા માટે વડીઅદાલતમાં પડકારી હતી. તેઓ 60 વર્ષની વયે પહોંચતા પહેલા તેમના કેડરમાં 30 વર્ષની સેવા પૂર્ણ કર્યા પછી યોજનાના લાભો વધારવાની માંગ કરી રહ્યા છે.
Site Admin | ડિસેમ્બર 26, 2024 7:49 પી એમ(PM) | સરહદ સુરક્ષા દળ