દિલ્હીની રાઉઝ એવન્યુ અદાલતે આજે કથિત દારૂ નીતિ કેસમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ન્યાયિક કસ્ટડી 8મી ઓગસ્ટ સુધી લંબાવી છે. CBI દ્વારા શ્રી કેજરીવાલને તિહાર જેલમાંથી વીડિયો કોન્ફરન્સ દ્વારા અદાલતમાં રજૂ કરાયા હતા. ઉલ્લેખનીય છેકે સર્વોચ્ચ અદાલતે ED દ્વારા દાખલ કરાયેલા મની લોન્ડરિંગ કેસમાં 12મી જુલાઈએ કેજરીવાલ વચગાળાના જામીન મંજૂર કર્યા હતા.જો કે, કથિત કૌભાંડ સંબંધિત ભ્રષ્ટાચારના કેસમાં સીબીઆઈ દ્વારા તેમની અલગથી ધરપકડ કરાતા તેઓ તિહાડ જેલમાં જ હતા.
Site Admin | જુલાઇ 25, 2024 2:24 પી એમ(PM) | અરવિંદ કેજરીવાલ