દિલ્હીના વકફ બોર્ડના ઇમામોએ આજે પગાર આપવાની માંગણી સાથે દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના નિવાસ્થાનની બહાર વિરોધ પ્રદર્શન કર્યું હતું.
ઓલ ઇન્ડિયા ઇમામ એસોસિયેશનના અધ્યક્ષ મોહમ્મદ સાજિદ રશીદીએ કહ્યું કે છેલ્લા 17 મહિનાથી તેમને મહેનતાણુ મળ્યું નથી . તેમણે જણાવ્યું હતું કે તેમની વારંવારની રજૂઆત છતાં પણ હજુ સુધી વેતન આપવામાં આવ્યું નથી બીજીતરફ પંજાબથી આવેલા 180 શિક્ષકોએ આજે દિલ્હીના પૂર્વ મંત્રી અરવિંદ કેજરીવાલના ઘરની બહાર પગાર મામલે પ્રદર્શન કર્યું હતું.
Site Admin | ડિસેમ્બર 30, 2024 7:59 પી એમ(PM) | વકફ બોર્ડ