દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તાએ મંગળવારે રાજધાનીમાં નવી ચૂંટાયેલી ભાજપ સરકારનું પહેલું બજેટ રજૂ કર્યું હતું.વર્ષ ૨૦૨૫-૨૬ના બજેટને ઐતિહાસિક ગણાવતા, મુખ્યમંત્રીએ એક લાખ કરોડ રૂપિયાના બજેટની જાહેરાત કરી હતી. વિધાનસભામાં બજેટ રજૂ કરતા મુખ્યમંત્રી રેખા ગુપ્તાએ કહ્યું કે આ બજેટ ફક્ત સરકારી ખર્ચની રજૂઆત નથી પરંતુ શહેરના ભાગ્યમાં પરિવર્તન લાવવા અને દિલ્હીના માર્ગો પર વિકાસ દેખાયતેવુ બજેટ છે.. આ બજેટમાં પ્રધાનમંત્રી મહિલા સમૃધ્ધિ યોજના અંતર્ગત પાંચ હજાર એક સો કરોડ રૂપિયાની જોગવાઇ,અટલ કેન્ટિન યોજના માટે સો કરોડ રૂપિયાની અને યમુના સફાઇ માટે પાંચસો કરોડની જોગવાઇ આ બજેટમાં કરવામાં આવી છે. તેમણે કહ્યું કે હવે દિલ્હીના નાગરિકોને આયુષ્યમાન યોજનાનો પણ લાભ મળશે.. મુખ્યમંત્રી રેખા ગુપ્તાએ અંદાજપત્રની રજૂઆત વખતે દિલ્હીની ગત આપ સરકાર ઉપર પણ દિલ્હીને બેહાલ કરવાનો આરોપ લગાવ્યો હતો.
Site Admin | માર્ચ 25, 2025 1:58 પી એમ(PM) | દિલ્હી બજેટ
દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તાએ રાજ્ય સરકારનું એક લાખ કરોડ રૂપિયાનું અંદાજપત્ર રજૂ કર્યું