દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તાએ આજે દિલ્હી સચિવાલયમાં ચાર્જ સંભાળ્યો હતો. મુખ્ય સચિવ ધર્મેન્દ્ર કુમાર અને અન્ય અધિકારીઓએ તેમનું સ્વાગત કર્યું. ચાર્જ સંભાળ્યા બાદ શ્રીમતી ગુપ્તાએ કહ્યું કે રાજ્ય સરકાર વિકસિત દિલ્હીના મિશન પર સતત કામ કરશે.
(બાઇટ: રેખા ગુપ્તા)
અગાઉ, પ્રથમ વખત ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય રેખા ગુપ્તાએ આજે રાષ્ટ્રીય રાજધાનીના રામલીલા મેદાનમાં નવા મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતા. દિલ્હીના ઉપરાજ્યપાલ વિનય કુમાર સક્સેનાએ શ્રીમતી ગુપ્તા અને છ કેબિનેટ મંત્રીઓને પદ અને ગુપ્તતાના શપથ લેવડાવ્યા હતા. કેબિનેટ મંત્રીઓમાં પ્રવેશ વર્મા, આશિષ સૂદ, મનજિંદર સિંહ સિરસા, રવિન્દર ઈન્દ્રરાજ સિંહ, કપિલ મિશ્રા અને પંકજ કુમાર સિંહનો સમાવેશ થાય છે. શપથ ગ્રહણ સમારોહ બાદ પ્રવેશ વર્માએ કહ્યું કે કેન્દ્ર સરકારની તમામ યોજનાઓ દિલ્હીમાં લાગુ કરાશે.
(બાઇટ: પ્રવેશ વર્મા )
સુષ્મા સ્વરાજ, શીલા દીક્ષિત અને આતિશી પછી રેખા ગુપ્તા દિલ્હીના ચોથા મહિલા મુખ્યમંત્રી અને ભારતીય જનતા પાર્ટીના બીજા મહિલા મુખ્યમંત્રી છે.