દિલ્હીના જૂના રાજેન્દ્રનગર વિસ્તારમાં એક તાલીમ સંસ્થામાં વરસાદનું પાણી ભરાઈ જવાના કારણે ત્રણ વિદ્યાર્થીઓના મૃત્યુ નીપજ્યા છે. આ મામલે દિલ્હી પોલીસે તાલીમ સંસ્થાના માલિક અને સંયોજકની ધરપકડ કરી છે. સંસ્થાના ભોંયરામાં ફસાઈ જવાના કારણે ગઈકાલે ત્રણ વિદ્યાર્થીના મોત નીપજ્યા હતા.
નાયબ પોલીસ કમિશનર સેન્ટ્રલ એમ. હર્ષવર્ધને કહ્યું કે, આ ઘટનામાં મૃત્યુ પામનારા 2 વિદ્યાર્થિની અને એક વિદ્યાર્થીના મૃતદેહને તપાસ માટે મોકલવામાં આવ્યા છે. આ અંગે કેસ નોંધ્યા બાદ તપાસ શરૂ કરવામાં આવી છે.
Site Admin | જુલાઇ 28, 2024 8:06 પી એમ(PM)
દિલ્હીના જૂના રાજેન્દ્રનગર વિસ્તારમાં એક તાલીમ સંસ્થામાં વરસાદનું પાણી ભરાઈ જવાના કારણે ત્રણ વિદ્યાર્થીઓના મૃત્યુ નીપજ્યા
