સર્વોચ્ચ અદાલતના મુખ્ય ન્યાયાધીશ ડી. વાય. ચંદ્રચૂડે એક નિવેદનમાં ન્યાયપાલિકાના આધારભૂત સિદ્ધાંતો તરીકે ન્યાય અને સમાનતા પર ભાર મૂક્યો છે.દિલ્હીના કડક઼ડડૂમા અદાલત પરિસરમાં ત્રણ નવા ભવનોના નિર્માણના શિલાન્યાસ પ્રંસગે તેઓ બોલી રહ્યા હતા. મુખ્ય ન્યાયાધીશે કહ્યું કે અદાલત માત્ર ઇંટ-પથ્થરોથી નહીં, પરંતુ લોકોની આશા અને અપેક્ષાઓથીબનતી હોય છે. વધુમાં તેમણે કહ્યું કે અદાલતો મનમરજીથી નિર્ણયોલેવા માટે નહીં પરંતુ જનતા માટે કાયદાના માધ્યમથી એક વ્યવસ્થા પૂરી પાડવા માટેબનાવવામાં આવી છે.
Site Admin | જુલાઇ 2, 2024 7:53 પી એમ(PM) | સર્વોચ્ચ અદાલત