ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

ફેબ્રુવારી 20, 2025 9:29 એ એમ (AM)

printer

દિલ્હીના આગામી મુખ્યમંત્રી તરીકે રેખા ગુપ્તાના નામની જાહેરાત બાદ, ગૃહમંત્રી અમિત શાહ અને અન્ય કેન્દ્રીય મંત્રીઓ સહિત ઘણા ભાજપના નેતાઓએ તેમને અભિનંદન પાઠવ્યા

દિલ્હીના આગામી મુખ્યમંત્રી તરીકે રેખા ગુપ્તાના નામની જાહેરાત બાદ, ગૃહમંત્રી અમિત શાહ અને અન્ય કેન્દ્રીય મંત્રીઓ સહિત ઘણા ભાજપના નેતાઓએ તેમને અભિનંદન પાઠવ્યા છે. ગૃહમંત્રી અમિત શાહે સોશિયલ મીડિયા પોસ્ટમાં તેમને અભિનંદન આપ્યા અને કહ્યું કે, તેમને રેખા ગુપ્તામાં સંપૂર્ણ વિશ્વાસ છે. તેમણે કહ્યું કે, દિલ્હીના નવા ભાજપ મુખ્યમંત્રી દિલ્હીને વિશ્વની ટોચની રાજધાનીઓમાંની એક બનાવવાના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સંકલ્પને પૂર્ણ કરવા માટે સમર્પણ સાથે કામ કરશે.
માહિતી અને પ્રસારણ મંત્રી અશ્વિની વૈષ્ણવે પણ શ્રીમતી ગુપ્તાને અભિનંદન પાઠવ્યા. શ્રી વૈષ્ણવે કહ્યું કે, તેઓ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં દિલ્હીમાં માહિતી ટેકનોલોજી ઇકોસિસ્ટમ અને રેલ્વેના વિકાસ પર નવા મુખ્યમંત્રી સાથે કામ કરવા આતુર છે.
કૃષિ અને ખેડૂત કલ્યાણમંત્રી અને ભાજપના વરિષ્ઠ નેતા શિવરાજ સિંહ ચૌહાણે પણ શ્રીમતી ગુપ્તાને અભિનંદન પાઠવ્યા. તેમણે કહ્યું કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના માર્ગદર્શન હેઠળ, મુખ્યમંત્રી રેખા ગુપ્તા પ્રગતિ અને વિકાસની નવી ઊંચાઈઓ સર કરીને એક નવો ઇતિહાસ રચશે.
ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે પણ શ્રીમતી ગુપ્તાને ભાજપ વિધાનસભાના નેતા તરીકે ચૂંટવા બદલ અભિનંદન પાઠવ્યા હતા.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ