દિલ્હીનાં મુખ્યમંત્રી અને નાણામંત્રી રેખા ગુપ્તાએ આજે દિલ્હી વિધાનસભામાં નાણાકીય વર્ષ 2025-26 માટેનું એક લાખ કરોડ રૂપિયાનું અંદાજપત્ર રજૂ કર્યું. દિલ્હીમાં નવી રચાયેલી ભાજપની સરકારનું આ પહેલું અંદાજપત્ર છે. અંદાજપત્ર રજૂ કરતાં સુશ્રી ગુપ્તાએ જાહેરાત કરી કે, અંદાજપત્રમાં 28 હજાર કરોડ રૂપિયાથી વધુના મૂડી ખર્ચની ફાળવણી કરવામાં આવી, જે ગત અંદાજપત્રથી લગભગ બમણું છે. સાથે જ રાષ્ટ્રીય રાજધાનીમાં 100 સ્થળ પર અટલ કૅન્ટિન બનાવાશે તેમ સુશ્રી ગુપ્તાએ ઉમેર્યું હતું.મુખ્યમંત્રીએએ પણ જાહેરાત કરી કે, મહિલાઓની સલામતી માટે રાજધાનીમાં 50 હજાર સીસીટીવી કૅમેરા લગાવાશે. તેમણે કહ્યું,વરિષ્ઠ નાગરિકો અને દિવ્યાંગો માટે ત્રણ હજાર 200 કરોડ રૂપિયાની નાણાકીય સહાય પૂરી પડાશે. દિલ્હી વિધાનસભાનું અંદાજપત્ર સત્ર 28 માર્ચ સુધી ચાલશે.
Site Admin | માર્ચ 25, 2025 6:32 પી એમ(PM)
દિલ્હીનાં મુખ્યમંત્રી રેખાગુપ્તાએ કહ્યું: ‘મહિલાઓની સલામતી માટે 50 હજાર CCTV કૅમેરા લગાવાશે.
