પ્રસિદ્ધ ફિલ્મ અભિનેતા અને નિર્દેશક મનોજ કુમારનું આજે સવારે 87 વર્ષની વયે મુંબઈમાં અવસાન થયું છે. પોતાની દેશભક્તિની ફિલ્મો માટે તેઓ ‘ભારત કુમાર’ના નામથી પ્રખ્યાત હતા. દાયકાઓ સુધી ભારતીય સિનેમામાં નોંધપાત્ર યોગદાન બદલ તેમને પ્રતિષ્ઠિત પદ્મશ્રી અને દાદાસાહેબ ફાળકે પુરસ્કારથી સન્માનિત કરાયા હતા.
મનોજ કુમારે ફિલ્મ જગતને ઉપકાર, પૂરબ ઔર પશ્ચિમ અને ક્રાન્તિ જેવી ક્લાસિક ફિલ્મ આપી છે. તેમની પત્થર કે સનમ, શૉર, સંન્યાસી અને રોટી, કપડા ઔર મકાન જેવી પ્રસિદ્ધ ફિલ્મ છે
Site Admin | એપ્રિલ 4, 2025 3:19 પી એમ(PM)
દિગ્ગજ ફિલ્મ અભિનેતા અને દિગ્દર્શક મનોજ કુમારનું 87 વર્ષની વયે અવસાન
