દાહોદ જિલ્લામાં લીમખેડા પાસે થયેલા ગમખ્વાર અકસ્માતમાં ચાર શ્રદ્ધાળુઓના મોત થયાં છે. જ્યારે આઠ લોકો ઈજાગ્રસ્ત થયા છે. પ્રયાગરાજનાં મહાકુંભમાં થી પરત ફરી રહેલા ગુજરાતનાં શ્રદ્ધાળુઓની કાર લીમખેડા નજીક હાઈ-વે પર ઉભી રહેલી ટ્રક સાથે અથડાતાં આ અકસ્માત સર્જાયો હતો. તેમાં એક મહિલા સહિત ચાર જણનાં ઘટનાસ્થળે મોત નીપજ્યાં હતાં.
અકસ્માતની જાણ થતાં જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. તમામ ઘાયલોને સારવાર માટે સિવિલ હૉસ્પિટલ ખસેડવામાં આવ્યા. પોલીસનાં જણાવ્યાં મુજબ મૃત્યુ પામેલા શ્રદ્ધાળુઓ ભરૂચ જિલ્લાનાં અંકલેશ્વરનાં અને અમદાવાદનાં ધોળકાનાં હતાં.
Site Admin | ફેબ્રુવારી 15, 2025 3:27 પી એમ(PM)
દાહોદ જિલ્લામાં લીમખેડા પાસે થયેલા ગમખ્વાર અકસ્માતમાં ચાર શ્રદ્ધાળુઓના મોત થયાં
