દાહોદ જિલ્લામાં ઓગસ્ટ મહિનામાં પડેલા ભારે વરસાદથી નુકશાન પામેલા ખરીફ પાક સામે રાજ્ય સરકારે કૃષિ સહાય પેકેજ જાહેર કર્યું છે. તેનો લાભ લેવા માટે દાહોદના જિલ્લા ખેતીવાડી અધિકારીએ જણાવ્યું છે કે તમામ ખેડૂતોએ ગ્રામ પંચાયતથી ડિજીટલ ગુજરાત પોર્ટલ પર ઓનલાઈન અરજી કરવાની રહેશે. આ અરજીની પ્રિન્ટ સાથે જરૂરી તમામ કાગળો અરજી કર્યાના એક દિવસ પહેલા આપવાના રહેશે.
આ સહાયનો લાભ મેળવવા ખેડૂતોએ 31 ઓક્ટોબર સુધી સરકારની સતાવાર વેબસાઈટ પર અરજી કરવાની રહેશે.
Site Admin | ઓક્ટોબર 28, 2024 3:23 પી એમ(PM)