દાહોદમાં સગીર બાળકી ઉપર દુષ્કર્મ કેસમાં જિલ્લા પોલીસે વિક્રમી સમય, 12 દિવસમાં આરોપપત્ર દાખલ કર્યું છે.
આ વિશે માહિતી આપતા ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું કે ગુજરાત પોલીસે પુરાવા મેળવીને આરોપીને કડકમાં કડક સજા થાય તેવી મજબૂત ચાર્જશીટ દાખલ કરી છે. વધુમાં ઉમેર્યું કે ચાર્જશીટમાં ડિજીટલ પુરાવા, ફોરેન્સિક DNA એનાલિસિસ, બાયોલોજિકલ એનાલિસિસનો સમાવેશ થયો છે.
Site Admin | ઓક્ટોબર 4, 2024 8:15 એ એમ (AM)